Get App

T20 વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

જ્યારે કે ઇંગ્લેન્ડને સેમિફાઇનલમાં હરાવવાની ઇચ્છા ટીમની પૂરી નહીં થઇ.

MoneyControl Newsઅપડેટેડ Mar 06, 2020 પર 9:30 AM
T20 વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયાT20 વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી ગઇ છે. જ્યારે કે ઇંગ્લેન્ડને સેમિફાઇનલમાં હરાવવાની ઇચ્છા ટીમની પૂરી નહીં થઇ. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં આજે સિડનીમાં પહેલી સેમિફાઇનલમાં વરસાદ પડ્યો. પરંતુ ઇંગ્લેન્ડની સરખામણીએ લીગ મેચમાં સારા પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઇ છે.

ભારતે ગ્રુપ Aમાં બધી જ 4 મેચ જીતી હતી. અને તે પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહ્યું. જ્યારે કે ગ્રુપ Bમાં ઇંગ્લેન્ડે 4 માંથી 3 મીચ જીતી હતી. હવે ફાઇનલમાં ભારતની મેચ બીજી સેમિફાઇનલ જીતનારી ટીમ સાથે થશે. ફાઇનલ મેચ 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો