મહિલાઓને પુરુષ સમોવડી અને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી. આવી જ અનેક યોજનાઓનો લાભ મેળવીને અમરેલી જીલ્લાની સેંકડો મહિલાઓ આજે સ્વમાનભેર જીવી રહી છે અને એટલું જ નહી પણ આ મહિલાઓ અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડે છે.
અમરેલી જિલ્લાના લીલિયામાં રહેતા આ મહિલા પુષ્પાબેન જોશી આમ તો ગૃહિણી છે પરંતુ છેલ્લા ૩૦ વર્ષથી તેઓ સ્વનીર્ભર છે. નાનપણમાં પોતાના પરિવારની દરિદ્રતા દુર કરવા માટે તેમણે સિલાઈ કામ શરુ કર્યુ હતું અને સ્વનિર્ભર બન્યા હતા. ત્યારબાદ તેઓ હવે અન્ય મહિલાઓને પણ સિલાઈ કામ ની ટ્રેનીંગ આપી સ્વનિર્ભર બનવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.