અર્થવ્યવસ્થા પર કોરોનાની અસરને ઓછા કરવા માટે સરકાર અલગ અલગ સેક્ટર માટે ખાસ પગલાની જાહેરાત કરી શકે છે. CNBC બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે આમાં ફાર્મા, ઇલેક્ટ્રોનિક અને એક્સપોર્ટ સામેલ છે.
અલગ અલગ સેક્ટર માટે ખાસ સ્કીમની તૈયારી છે. PMO, નાણાં મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય, નીતિ આયોગની સાથે થઇ અનેક તબક્કામાં બેઠક છે. જલ્દી કેબિનેટથી મળશે મંજૂરી. ફાર્મા સેક્ટર પર સૌથી વધુ ફોકસ છે. બલ્ક ડ્ર્ગ્સ પાર્ક બનાવવા માટે ખાસ સ્કીમ લાવવામાં આવશે. APIનું ઉત્પાદન વધારવા માટે ઇન્સેન્ટિવ્સ સ્કીમ જલ્દી છે. API કંપનીઓની વિસ્તરણ યોજનાઓને મંજૂરી આપવી પ્રક્રિયા જલ્દી થશે. લૉન્ગ ટર્મમાં ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટનું ઉત્પાદન વધારવા પર જોર છે.