ભારતમાં કોરોના વાયરસના કુલ 60 કેસ નોંધાયા છે. જોકે આમાંથી 3 લોકો સારવારથી ભય બહાર છે. કેરળ અને જમ્મુમાં બધા સ્કુલ અને કોલેજોને હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. એર ઇન્ડિયાની મિલાનથી આવેલી ફ્લાઇટના મુસાફરોને દિલ્હીમાં અલગ રાખવામાં આવ્યા અને બધા પેસેન્જરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.