Get App

હજૂ 12 ક્લાક રાજ્યમાં રહેશે વરસાદી મહોલ

છેલ્લા બે દિવસથી હવામાને પોતાનો મિજાજ બદલ્યો છે, રાજ્યના અનેક વિસ્તારોમાં ક્મોસમી વરસાદ પણ ખાબક્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 09, 2020 પર 9:18 AM
હજૂ 12 ક્લાક રાજ્યમાં રહેશે વરસાદી મહોલહજૂ 12 ક્લાક રાજ્યમાં રહેશે વરસાદી મહોલ

છેલ્લા બે દિવસથી હવામાને પોતાનો મિજાજ બદલ્યો છે, રાજ્યના અનેક વિસ્તારોમાં ક્મોસમી વરસાદ પણ ખાબક્યો છે, ત્યારે હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

પાકિસ્તાન પર દક્ષિણ પશ્ચિમમાં હવાનું દબાણ યથાવત છે, જેને પગલે ગુજરાત પર કમોસી વરસાદની મોસમ આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજે પણ ગુજરાતમાં જોવા મળી હતી. અમદાવાદમાં ગઈકાલે 3.7 મીમી વરસાદ ખાબક્યો હતો.

દ્વારકા, અને કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. ત્યારે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે. 24 કલાક પછી મહત્તમ તાપમાન વધશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો