વૈશ્વિક બજારોમાં સારા સંકેત મળી રહ્યા છે. મોટાભાગના એશિયન બજારો ઉપર કારોબાર કરી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 65 અંકનો વધારો જોવા મળ્યો છે. US Market ગઈ કાલે અડધા ટકા સુધી વધ્યા છે. નેસ્ડેક નવા શિખર પર પહોંચ્યો છે. અમેરિકી બજાર ગઈ કાલે લીલા નિશાનમાં બંધ થયો છે. આ વચ્ચે S&P 500 ઈન્ડેક્સ રિકૉર્ડ ક્લોઝિંગથી 0.50 ટકા દૂર બંધ થયો છે. S&P 500 ઈન્ડેક્સ 3 જાન્યુઆરી 2022એ રિકૉર્ડ સ્તરો પર બંધ થયો હતો. 3 ફેબ્રુઆરી 2022એ 4796.56 પર બંધ થયો હતો. 2023માં અત્યાર સુધી S&P 500 ઈન્ડેક્સમાં 24 ટકાથી વધુંની તેજી આવી છે.

