Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયન માર્કેટમાં પણ મજબૂતી, NIKKEIમાં દોઢ ટકાનો ઉછાળો

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 10.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.97 ટકાના વધારાની સાથે 34,441.72 ની આસપાસ દેખાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 11, 2024 પર 8:55 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયન માર્કેટમાં પણ મજબૂતી, NIKKEIમાં દોઢ ટકાનો ઉછાળોGlobal Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયન માર્કેટમાં પણ મજબૂતી, NIKKEIમાં દોઢ ટકાનો ઉછાળો
રિટેલ મોંઘવારી આંકડા પહેલા ગઈકાલે અમેરિકાના બજારમાં આવી તેજી. નાસ્ડેકમાં પોણા ટકાનો ઉછાળો દેખાયો.

ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો જોવાને મળ્યા છે. એશિયન માર્કેટમાં પણ મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. NIKKEIમાં દોઢ ટકાનો ઉછાળો થયો છે તો ગિફ્ટી નિફ્ટીમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. રિટેલ મોંઘવારી આંકડા પહેલા ગઈકાલે અમેરિકાના બજારમાં આવી તેજી. નાસ્ડેકમાં પોણા ટકાનો ઉછાળો દેખાયો.

ડાઓ જોન્સમાં 170 પોઇન્ટ્સનો ઉછાળો નોંધાયો. અમેરિકામાં આજે ડિસેમ્બરના રિટેલ મોંઘવારીના આંકડા આવશે. ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારીમાં 0.2%નો વધારો સંભવ છે. અમેરિકામાં આજે બેરોજગારીનાં આંકડા પણ આવશે.

ક્રૂડમાં દબાણ

અમેરિકામાં ઈન્વેન્ટરી વધવાથી ક્રૂડમાં દબાણ આવ્યું. ભાવ 1 ટકાથી વધુ ઘટી 77 ડૉલર નજીક પહોંચ્યો ભાવ. કાચા તેલમાં લગભગ 1%નો ઘટાડો જોવા મળ્યો. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક વધવાની અસર છે. 5 જાન્યુઆરીના સપ્તાહમાં US ક્રૂડ ઇન્વેન્ટરી 13 લાખ બેરલ વધી. ક્રૂડમાં ડિમાન્ડની ચિંતા યથાવત્ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો