Get App

Global Market: ત્રણ દિવસના સતત ઘટાડા બાદ આજે ભારતીય બજાર માટે સ્ટેબિલિટીના સંકેત, ગિફ્ટી નિફ્ટી ફ્લેટ પણ ગ્લોબલ માર્કેટથી સારા સંકેત

MoneyControl Newsઅપડેટેડ Jan 19, 2024 પર 8:51 AM
Global Market: ત્રણ દિવસના સતત ઘટાડા બાદ આજે ભારતીય બજાર માટે સ્ટેબિલિટીના સંકેત, ગિફ્ટી નિફ્ટી ફ્લેટ પણ ગ્લોબલ માર્કેટથી સારા સંકેતGlobal Market: ત્રણ દિવસના સતત ઘટાડા બાદ આજે ભારતીય બજાર માટે સ્ટેબિલિટીના સંકેત, ગિફ્ટી નિફ્ટી ફ્લેટ પણ ગ્લોબલ માર્કેટથી સારા સંકેત
ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટ નીચે કારોબાર કરતા દેખાય રહ્યો છે. જ્યારે એશિયન માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે.

ત્રણ દિવસના સતત ઘટાડા બાદ આજે ભારતીય બજાર માટે સ્ટેબિલિટીના સંકેત દેખાય રહ્યા છે. ગિફ્ટી નિફ્ટી ફ્લેટ પણ ગ્લોબલ માર્કેટથી સારા સંકેત જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટ 1 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર ઉછાળા સાથે બંધ થયા.

ગઈકાલે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયા. 3 દિવસના ઘટાડા બાદ ડાઓ પોઇન્ટ્સ 202 વધ્યો. 2 દિવસના ઘટાડા બાદ નાસ્ડેક 1.25%થી વધારે વધ્યો. 2 દિવસના ઘટાડા બાદ S&P500 1% વધ્યો. ટેક શેર્સની તેજીએ બજારને સપોર્ટ આપ્યો. 5 સપ્તાહના ઉંચાઈ પર US બોન્ડ યીલ્ડમાં કારોબાર યથાવત્ રહ્યો.

ક્રૂડ ઓઈલમાં તેજી

એક દિવસમાં લગભગ 1.50% કિંમતો વધી. બ્રેન્ટ $79ને પાર પહોંચ્યો. WTIમાં $74ની ઉપર કારોબાર દેખાયો. IEA, OPEC ના અનુમાનથી ભાવ વધ્યા. 2024માં કાચા તેલની માગ વધવાની આશા છે. માગ 12.4 લાખ BPD વધવાની આશા છે. Q4માં કિંમતોમાં ઘટાડાની આશા દેખાય છે. 2024માં ક્રૂડની માગ 22.5 લાખ bpd વધવાની આશા.

બધા સમાચાર

+ વધુુ વાંચો