Get App

Global Market: ફેડના નિર્ણય પહેલા ગ્લોબલ બજાર સતર્ક, એશિયન બજારોમાં દબાણ, GIFT NIFTY ફ્લેટ

આજે એશિયાઈ બજારમાં નબળા કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 41.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.53 ટકાના ઘટાડાની સાથે 35,876.96 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.10 ટકાનો વધારો દેખાય રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 31, 2024 પર 8:40 AM
Global Market: ફેડના નિર્ણય પહેલા ગ્લોબલ બજાર સતર્ક, એશિયન બજારોમાં દબાણ, GIFT NIFTY ફ્લેટGlobal Market: ફેડના નિર્ણય પહેલા ગ્લોબલ બજાર સતર્ક, એશિયન બજારોમાં દબાણ, GIFT NIFTY ફ્લેટ
Global Market: US માં દરોને લઈ આજે ફેડના નિર્ણય પહેલા ગ્લોબલ બજાર સતર્ક દેખાય રહ્યુ છે.

US માં દરોને લઈ આજે ફેડના નિર્ણય પહેલા ગ્લોબલ બજાર સતર્ક દેખાય રહ્યુ છે. એશિયન બજારોમાં દબાણ સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY માં ફ્લેટ કારોબાર થતો દેખાય રહ્યો છે. ગઈકાલે અમેરિકન બજાર પણ મિશ્ર રહ્યા. પરિણામ બાદ ગુગલનો શેર 6% તુટ્યો.

નાસ્ડેકનું 4 સપ્તાહમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ. નબળા પરિણામ બાદ ગુગલનો શેર 6% ઘટ્યો. અમેરિકન ફેડના નિવેદન પહેલા દબાણ બન્યું. આજે મોડી રાત્રે ફેડ લેશે વ્યાજ દર પર નિર્ણય. બજારને અમેરિકામાં દર વધવાની આશા નથી.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં નબળા કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 41.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.53 ટકાના ઘટાડાની સાથે 35,876.96 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.10 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.63 ટકા ઘટીને 17,921.32 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.08 ટકાની નબળાઈ સાથે 15,534.37 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.31 ટકા તૂટીને 2,491.03 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 30.46 અંક એટલે કે 1.09 ટકા લપસીને 2,800.07 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો