Get App

નિફ્ટીમાં 21350-21400 સુધીના ટારગેટ શક્ય, બેન્ક નિફ્ટીમાં 48000ના લેવલની શક્યતા: અર્પણ શાહ

યૂએસ ફેડના નિર્ણય બાદ ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો. આ બધા ફેક્ટર આઈટી સેક્ટર માટે ઘણા પોઝિટીવ છે. ગઈ કાલે એક ફ્રેશ અપસાઈડ મૂવમેન્ટર્મ શરૂ થતા તમને જોવા મળ્યું હતું.

MoneyControl Newsઅપડેટેડ Dec 15, 2023 પર 12:53 PM
નિફ્ટીમાં 21350-21400 સુધીના ટારગેટ શક્ય, બેન્ક નિફ્ટીમાં 48000ના લેવલની શક્યતા: અર્પણ શાહનિફ્ટીમાં 21350-21400 સુધીના ટારગેટ શક્ય, બેન્ક નિફ્ટીમાં 48000ના લેવલની શક્યતા: અર્પણ શાહ

મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે આ વિકમાં નિફ્ટી 21000 ના લેવલ આપસાપ કંસોલિડેશન થઈ રહ્યું હતું. પરંતુ ફેડના નિર્ણય આવ્યા હતા, ત્યાર બાદ ગેપઅપ ઓપનિંગ થતું જોવા મળ્યું છે. નિફ્ટીમાં 21000ના લેવલને બ્રેક કરતા જોવ મળ્યું છે. તેનાથી જાણકારી મળે છે કે માર્કેટમાં ફ્રેશ અપસાઈડ શરૂ થઈ ગઈ છે.

અર્પણ શાહના મતે ઉપરમાં 21350-21400 સુધીનો ટારગેટ થતા જોવા મળી રહ્યા છે. હાલમાં પણ 5-70 અંકની અપસાઈજ જોવા મળી શકે છે. કારણ કે બેન્કિંગ સેક્ટર તો મજબૂત હતા જ પરંતુ બે દિવસ પહેલા આઈટી સેક્ટરમાં સેલ ઑફ જોવા મળ્યું હતું. ઈન્ફોસિસમાં નિગેટિવ હતા અને ટીસીએસમાં બાયબેક ખતમ થયા હતા. તે બાદ આઈટી સેક્ટરમાં થોડું નિગેટીવ હતું તેના કારણે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

અર્પણ શાહના અનુસાર યૂએસ ફેડના નિર્ણય બાદ ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો. આ બધા ફેક્ટર આઈટી સેક્ટર માટે ઘણા પોઝિટીવ છે. ગઈ કાલે એક ફ્રેશ અપસાઈડ મૂવમેન્ટર્મ શરૂ થતા તમને જોવા મળ્યું હતું. માર્કેટને આઈટી સેક્ટર પણ સપોર્ટ કરી રહ્યો છે. રિલાયન્સ પણ 2500 ના લેવલ પાસે ટ્રેડ કરી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 47800ના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ઉપરમાં 48000ના લેવલ આવી શકે છે.

મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની પસંદગીના 2 Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો