Mahindra Holidays Share Price: મહિન્દ્રા હૉલિડેઝ એન્ડ રિસૉર્ટ ઈન્ડિયાના શેરોમાં આજે 26 ફેબ્રુઆરીએ 5 ટકાથી વધુ તેજી જોવા મળી છે. આ સ્ટૉક 5.54 ટકા વધીને 432.55 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. ખરેખર, કંપની તેનો બિઝનેસ વધારવા માટે 4500 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરીવાની યોજના બનાવી રહી છે. આ સમચાર બાદ કંપનીના શેરમાં તેજી જોવા મળી છે. કંપનીના માર્કેટ કેપ 8734.81 કરોડ રૂપિયા છે. સ્ટૉકના 52 વીક હાઈ 469.80 રૂપિયા અને 52-વીક લો 256.40 રૂપિયા છે.