અદાણી ગ્રુપે ડિફેન્સ સેક્ટરમાં 3000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ગ્રુપે ઉત્તર ભારતમાં બે ફેક્ટરીઓ સ્થાપવા માટે આ રોકાણ કર્યું છે. જેમાં દેશની સેના અને સુરક્ષા દળો માટે દારૂગોળો બનાવવામાં આવશે. ગ્રુપના જણાવ્યા અનુસાર, આ પગલું રક્ષામાં ભારતને આત્મનિર્ભર બનાવવા અને હથિયારોમાં ઘરેલૂ ઉત્પાદનનો હિસ્સો વધારવાની દિશામાં લેવાયેલું પગલું છે. સોમવારે અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટૉકમાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે મંગળવારે અદાણી ગ્રીનને છોડીને બાકી તમામ લાલ નિશાનમાં રહ્યા છે.