Get App

ફેડની ટિપ્પણી બાદ બજારને એ સ્પષ્ટતા મળી ગઇ કે હવે વ્યાજ દર વધશે નહીં

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ASK હેજસોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 15, 2023 પર 5:33 PM
ફેડની ટિપ્પણી બાદ બજારને એ સ્પષ્ટતા મળી ગઇ કે હવે વ્યાજ દર વધશે નહીંફેડની ટિપ્પણી બાદ બજારને એ સ્પષ્ટતા મળી ગઇ કે હવે વ્યાજ દર વધશે નહીં
વૈભવ સંઘવીના મતે ફેડ કરતા પહેલા RBI વ્યાજ દર ઘટાડવાના પ્રયત્ન કરશે. ભારતીય બજારમાં FPIનો ફ્લો પોઝિટિવ જ રહેવાનું અનુમાન છે.

વૈભવ સંઘવીનું કહેવુ છે કે ફેડની ટિપ્પણી બાદ બજારને વધુ વેગ મળ્યો. બજારને એ સ્પષ્ટતા મળી ગઇ કે હવે વ્યાજ દર વધશે નહીં. ઇમર્જિંગ માર્કેટ્સમાં રોકાણનો ફ્લો સારો રહેશે. અમેરિકામાં ગ્રોથના આંકડા પર દબાણ રહેશે. ગ્રોથ પર દબાણ બાદ ફેડ વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરશે.

વૈભવ સંઘવીના મતે ફેડ કરતા પહેલા RBI વ્યાજ દર ઘટાડવાના પ્રયત્ન કરશે. ભારતીય બજારમાં FPIનો ફ્લો પોઝિટિવ જ રહેવાનું અનુમાન છે. FPIનું રોકાણ મિડકેપ કરતા વધુ લાર્જકેપમાં જ રહેશે. એકથી દોઢ વર્ષ માટે લાર્જકેપમાં રોકાણની સારી તક છે. લાર્જકેપના વેલ્યુએશન બહુ મોંઘા નથી.

વૈભવ સંઘવીના મુજબ ખાનગી બેન્કમાં 2-3 વર્ષ માટે રોકાણની ખુબ સારી તક છે. રૂરલ સ્ટોરીને પણ ધ્યાનમાં રાખીને રોકાણની નીતિ રાખવી. વૈશ્વિક પરિસ્થિતિ પર ચાલતા સેક્ટર્સથી દુર રહેવાની સલાહ છે. ITમાં ઘટાડો આવ્યો છે તેનાથી રોકાણની રણનીતિ ન બનાવવી. ITમાં બિઝનેસ હિસાબે બહુ સારી સ્થિતિ નથી બની.

વૈભવ સંઘવીનું માનવુ છે કે ITમાં AIની કેટલી અસર થાય છે તેની સ્પષ્ટતાની રાહ છે. ભારત માટે ડેમોગ્રાફિક્સ મોટી તાકાત છે. ગ્રોથ માટે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી થીમ સારી સાબિત થશે. ફાર્મા એક Bottom Up સેક્ટર છે. ગ્રોથના હિસાબે PSE કરતા અન્યમાં વધુ સારી તક લાગે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો