Get App

LICને મોટો ઝટકો, મળી 806 કરોડ રૂપિયાની જીએસટી નોટિસ, સરકારી કંપની કરશે અપીલ

LIC GST Notice: એલઆઈસીને નિયમોના ઉલ્લંઘનને કારણે 806 કરોડ રૂપિયાની જીએસટી નોટિસ મળી છે. આ જીએસટી નોટિસ મુંબઈના ડેપ્યુટી કમિશનર ઑફ સ્ટેટ ટેક્સ તરફથી મળી છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 02, 2024 પર 12:31 PM
LICને મોટો ઝટકો, મળી 806 કરોડ રૂપિયાની જીએસટી નોટિસ, સરકારી કંપની કરશે અપીલLICને મોટો ઝટકો, મળી 806 કરોડ રૂપિયાની જીએસટી નોટિસ, સરકારી કંપની કરશે અપીલ

LIC GST Notice: જાહેર ક્ષેત્રની ઈન્શ્યોરેન્સ કંપની એલઆઈસી (LIC)ને વર્ષ 2024ની શરૂઆતમાં મોટો ઝટકો લાગ્યો છે. વીમા કંપનીને 806 કરોડ રૂપિયાની જીએસટી નોટિસ મળી છે. નોટિસ અનુસાર, આમાં 365.02 કરોડ રૂપિયા જીએસટી, 404.7 કરોડ રૂપિયા પેનલ્ટી અને 36.5 કરોડ રૂપિયા વ્યાજ સામેલ છે. એલઆઈસીએ કહ્યું છે કે તે આ નોટિસ સામે અપીલ દાખલ કરશે.

કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં આપી જાણકારી

લાઈફ ઈન્શ્યોરેન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (Life Insurance Corporation of india)એ આ જીએસટી નોટિસ મુંબઈના ડેપ્યુટી કમિશનર ઑફ સ્ટેટ ટેક્સની તરફથી મળી છે. કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું કે તે આ નોટિસ સામે અપીલ દાખલ કરશે. કંપની પર ઇનપુટ ટેક્સ ક્રેડિટના નૉન રિવર્સલ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

કંપનીએ કહ્યું- નહીં થાય કોઈ અસર

બધા સમાચાર

+ વધુુ વાંચો