કારોબાર સપ્તાહના છેલ્લા સત્ર દરમિયાન બજારમાં કન્સોલિડેશન જોવા મળ્યું છે. શુક્રવારે દિવસના કારોબાર બાદ સેન્સેક્સ અને નિફ્ટી સપાટ સ્તર પર બંધ થયા છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ખરીદી જોવા મળી છે. સેક્ટોરલ ફ્રન્ટ પર નજર કરીએ તો રિયલ્ટી અને ફાર્મા શેરોમાં ખરીદી જોવા મળી છે. પીએસયુ, આઈટી અને મેટલ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે, બેન્કિંગ, એફએમસીજી અને પીએસઈ શેર પર પણ દબાણ જોવામાં આવ્યું છે. ડૉલર સામે રૂપિયો 10 પૈસા નબળો પડ્યો અને 82.84 પર બંધ થયો છે.