Get App

Closing Bell: સેન્સેક્સ 359 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 21,250 ની ઉપર થયો બંધ, લીલા નિશાનામાં રહ્યા તમામ સેક્ટર

સેન્સેકસ 358.79 અંક એટલે કે વધારાની સાથે 70,865.10 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 104.90 અંક એટલે કે 0.50 ટકાના વધારાની સાથે 21255.05 ના સ્તર પર બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 21, 2023 પર 3:56 PM
Closing Bell: સેન્સેક્સ 359 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 21,250 ની ઉપર થયો બંધ, લીલા નિશાનામાં રહ્યા તમામ સેક્ટરClosing Bell: સેન્સેક્સ 359 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 21,250 ની ઉપર થયો બંધ, લીલા નિશાનામાં રહ્યા તમામ સેક્ટર

વીકલી એક્સપાયરીના દિવસ બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. બજાર નીચેથી સુધરીને સારા વધારા પર બંધ થયો છે. ઑટોને છોડીને BSE ના તમામ સેક્ટર ઈન્ડેક્સ વધારા પર બંધ થયો છે. આજેના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ખરીદી રહી જ્યારે, બેન્કિંગ, ઈન્ફ્રા, ફાર્મા ઈન્ડેક્સમાં તેજી રહી છે. PSE, મેટલ, એનર્જી શેરોમાં ખરીદી રહી છે.

BPCL, Power Grid Corporation, Britannia industries, HDFC Bank અને NTPC નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા, જ્યારે Bajaj Auto, Bajaj Finance, Axis Bank, HCL Technologies અને Cipla નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યા છે.

આઈટી, બેન્ક, એફએમસીજી સેક્ટર આજે 0.5 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે મેટલ, ફાર્મા, રિયલ્ટી, પાવર અને ઑઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં 1-2 ટકાની વધારો જોવા મળ્યો છે. આ વચ્ચે બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.5 ટકાના વધારા સાથે બંધ થયો છે.

કારોબારના અંતમાં સેન્સેકસ 358.79 અંક એટલે કે વધારાની સાથે 70,865.10 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 104.90 અંક એટલે કે 0.50 ટકાના વધારાની સાથે 21255.05 ના સ્તર પર બંધ થયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો