Get App

Closing Bell: સેન્સેક્સ 102 અંક વધ્યો, નિફ્ટી 20990 ની ઊપર બંધ

આજે બેન્કિંગ, ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.09-1.26 ટકાનો વધારો જોવા મળી છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 11, 2023 પર 3:44 PM
Closing Bell: સેન્સેક્સ 102 અંક વધ્યો, નિફ્ટી 20990 ની ઊપર બંધClosing Bell: સેન્સેક્સ 102 અંક વધ્યો, નિફ્ટી 20990 ની ઊપર બંધ
બેન્ક નિફ્ટી 0.05 ટકા વધીને 47,284.25 ના સ્તર પર બંધ થયા છે.

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 20990 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 29928 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 21,026.10 સુધી ઉછળી તો સેન્સેક્સ 70,057.83 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.74 ટકા વધીને 44,727.35 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.89 ટકા વધારાની સાથે 14,532.25 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 102.93 અંક એટલે કે 0.15% ની મજબૂતીની સાથે 69928.53 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 25.10 અંક એટલે કે 0.12% ની વધારાની સાથે 20994.50 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.09-1.26 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.05 ટકા વધીને 47,284.25 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો દેખાયો.

બધા સમાચાર

+ વધુુ વાંચો