Get App

આર્થિક રીતે ભારતની સ્થિતિ ઘણી સારી, મોંઘવારી RBIના લક્ષ્યમાં, ગ્રોથ સરકારના અનુમાન મુજબ - નિલેશ શાહ

નિલેશ શાહનું માનવું છે કે વિદેશી રોકાણકારો પહેલાના રિટર્ન જોશે તો ભારતમાં સારા નાણાં આવશે. વેલ્યુએશનને ધ્યાનમાં રાખશે તો FIIs પણ ઘણાં વિકલ્પ છે. FIIsની અસર ઘટી છે, પણ બજારનો મહત્વનો ભાગ છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 04, 2024 પર 2:05 PM
આર્થિક રીતે ભારતની સ્થિતિ ઘણી સારી, મોંઘવારી RBIના લક્ષ્યમાં, ગ્રોથ સરકારના અનુમાન મુજબ - નિલેશ શાહઆર્થિક રીતે ભારતની સ્થિતિ ઘણી સારી, મોંઘવારી RBIના લક્ષ્યમાં, ગ્રોથ સરકારના અનુમાન મુજબ - નિલેશ શાહ
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક AMCના MD અને CEO નિલેશ શાહ પાસેથી.

નિલેશ શાહનું કહેવુ છે કે 2023માં રિટેલ રોકાણકારોનો રસ દાખવશે એવો અંદાજ ન હતો. 2024નું વર્ષ ભારતીય સ્થાનિક રોકાણકારો માટેનું છે. સ્થાનિક રોકાણકારોએ ભારતના ગ્રોથમાં વિશ્વાસ દર્શાવ્યો છે.

નિલેશ શાહના મતે 2014-2024માં ઈન્ફ્રા પર મોટા પાયે ખર્ચ થયો છે. કોર્પોરેટ ખર્ચને અંકુશમાં રાખી નફાકારકતા વધારી છે. રોકાણકારોએ પણ ભારતમાં વિશ્વાસ દાખવ્યો છે. બજારમાં પૈસા, ફંડામેન્ટલ અને સેન્ટિમેન્ટનો ત્રિવેણી સંગમ છે. અન્ય દેશોમાં સ્થિતિ ઘણ બગડી રહી છે. અન્ય ઈમર્જિંગ દેશો કરતા ભારતની સ્થિતિ સારી છે. વેલ્યુએશન પ્રમાણે લાર્જકેપ અત્યારે યોગ્ય જગ્યાએ છે. સ્મોલ, માઈક્રો કેપમાં વેલ્યુએશન ઘણાં વધારે છે. ગુણવત્તા વાળા અને યોગ્ય વેલ્યુએશનવાળા સ્ટોક્સ ખરીદવા છે.

નિલેશ શાહનું માનવું છે કે વિદેશી રોકાણકારો પહેલાના રિટર્ન જોશે તો ભારતમાં સારા નાણાં આવશે. વેલ્યુએશનને ધ્યાનમાં રાખશે તો FIIs પણ ઘણાં વિકલ્પ છે. FIIsની અસર ઘટી છે, પણ બજારનો મહત્વનો ભાગ છે. ભારતીય કંપનીઓનો અર્નિંગ્સ ગ્રોથ સારો રહ્યો છે. ગ્રીન એનર્જીમાં રોકાણ પણ FIIsને આકર્ષશે. મોટા ભાગના FIIs ભારત પર બુલિશ છે. વિશ્વમાં ભારતનું બજાર સૌથી મોંઘુ છે. દરેક ઘટાડે FIIs ભારતમાં રોકાણ કરવાનું વિચારશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો