પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની જીઈ ટીએન્ડડી ઈન્ડિયાને પાવર ગ્રીડ તરફથી મોટો ઑર્ડર મળ્યો છે. કંપનીએ મંગળવારે બજાર બંધ થયા બાદ આ જાણકારી આપી છે. શેરબજારને મોકલવામાં આવેલી જાણકારી અનુસાર પાવર ગ્રીડે કંપનીને 370 કરોડ રૂપિયાનો ઑર્ડર આપ્યો છે. ઑર્ડર હેઠળ કંપનીએ પાવર ગ્રીડની ભારતમાં વિવિધ ટ્રાન્સમિશન સિસ્ટમ્સ માટે 765 કેવી શન્ટ રિએક્ટર સપ્લાય કરવાનું રહેશે. કંપનીએ જાણકારી આપી છે કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ રિન્યુએબલ એનર્જીને નેશનલ ઈલેક્ટ્રિસિટી ગ્રીડ સાથે જોડવાનો અને રાજસ્થાન અને કર્ણાટક સહિત સંપૂર્ણ દેશમાં ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશનમાં સુધારો કરવાનો છે.