Get App

Global Market: FEDએ વ્યાજદર યથાવત્ રાખ્યા, અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 34.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.73 ટકાના ઘટાડાની સાથે 36,024.29 ની આસપાસ દેખાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2024 પર 8:19 AM
Global Market: FEDએ વ્યાજદર યથાવત્ રાખ્યા, અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયાGlobal Market: FEDએ વ્યાજદર યથાવત્ રાખ્યા, અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા
Global Market: અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા. US ફેડના નિવેદનથી બજારમાં દબાણ બન્યું.

FEDએ સતત ચોથીવાર વ્યાજદરમાં નહીં કર્યો કોઈ ફેરફાર. સવા 5 થી સાડા 5 ટકાની રેન્જમાં વ્યાજદર યથાવત્. જેરોમ પૉવેલએ કહ્યું માર્ચમાં વ્યાજ દર ઘટાડવાના સંકેત ઓછા આપ્યા છે. વ્યાજ દર 5.25-5.50% પર યથાવત્ રાખ્યો. દરો 23 વર્ષની ઉંચાઈએ યથાવત્ રહ્યા.

US ફેડનું મોટું નિવેદન

માર્ચમાં દરોમાં કાપની આશંકા નથી. મોંઘવારી દર હજી પણ લક્ષ્યથી દૂર છે. મોંઘવારી દર 2% પર લાવવા માટે પ્રતિબદ્ધ છે. દરોમાં કાપ માટે મોંઘવારીનું ઘટવું જરૂરી છે. અર્થવ્યવસ્થા, લેબર માર્કેટમાં સ્થિરતા જોવા મળી રહી છે.

ગઈકાલે અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા. US ફેડના નિવેદનથી બજારમાં દબાણ બન્યું. S&P500 માર્ચ 2023 બાદ એક દિવસમાં સૌથી વધારે તૂટ્યો. ગઈકાલે તમામ 7 મોટી કંપનીઓમાં દબાણ જોવા મળ્યું.

બધા સમાચાર

+ વધુુ વાંચો