Get App

Global Market: GIFT નિફ્ટીથી બંપર ઓપનિંગના સંકેત, એશિયન બજારોથી પણ સારો સપોર્ટ

ગઈકાલે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયા. ટેક શેર્સની સારી તેજીએ બજારને સપોર્ટ આપ્યો. અનુમાનથી સારા પરિણામથી ટેક શેર્સ વધ્યા. Q4માં એમેઝોન, મેટાએ સારા પરિણામ રજૂ કર્યા.

MoneyControl Newsઅપડેટેડ Feb 05, 2024 પર 8:42 AM
Global Market: GIFT નિફ્ટીથી બંપર ઓપનિંગના સંકેત, એશિયન બજારોથી પણ સારો સપોર્ટGlobal Market: GIFT નિફ્ટીથી બંપર ઓપનિંગના સંકેત, એશિયન બજારોથી પણ સારો સપોર્ટ
Global Market: એશિયામાં મિશ્ર કામકાજ થઈ રહ્યુ છે. GIFT NIFTY ફ્લેટ દેખાય રહી છે.

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં મિશ્ર કામકાજ થઈ રહ્યુ છે. GIFT NIFTY ફ્લેટ દેખાય રહી છે. US FUTURES પણ પોણા ટકા સુઘી ઘટ્યા છે. ટેક કંપનીઓના સારા પરિણામ અને મજબૂત જોબ ડેટાના કારણે શુક્રવારે અમેરિકાના બજાર રેકોર્ડ સ્તરો પર બંધ થયા હતા.

US ફ્યૂચર્સ અને એશિયન બજારોમાં સુસ્તી. બજારમાં સપ્તાહની શરૂઆત સુસ્તી સાથેની સંભવ. રોકાણકારોની નજર પરિણામ અને મહત્વના આર્થિક આંકડાઓ પર રહેશે. શુક્રવારે ડાઓ 135 પોઇન્ટ્સ વધીને બંધ થયો. S&P500માં 53 પોઇન્ટ્સ અને નાસ્ડેકમાં 267 પોઇન્ટ્સની તેજી થઈ. મેટાના શેરમાં 20%નો ઉછાળો જોવા મળ્યો. મેટાનું માર્કેટ કેપ $200 બિલિયન વધ્યું. USમાં જાન્યુઆરી જોબના આંકડા સારા આવ્યા. જાન્યુઆરીમાં USમાં 5.53 લાખ જોબની તકો મળી. સારા રોજગારના આંકડાઓથી US બોન્ડ યીલ્ડમાં તેજી જોવા મળી. ગત સપ્તાહે ચીનનો બ્લૂચિપ ઇન્ડેક્સ 4.6% ઘટ્યો. IMFનું ચીનની ગ્રોથમાં ઘટાડાનું અનુમાન થયુ.

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 42 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.55 ટકાના વધારાની સાથે 36,358.21 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 1.48 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.07 ટકા વધીને 18,078.36 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.90 ટકાના ઘટાડાની સાથે 15,394.19 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.13 ટકા લપસીને 2,585.81 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 84.31 અંક એટલે કે 3.09 ટકા તૂટીને 2,645.84 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો