Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, અશિયા બજારથી પણ મજબૂત સંકેત, ગિફ્ટ નિફ્ટીમાં અડધા ટકાનો ઉછાળો

ગઈકાલે અમેરિકાના બજાર રેકોર્ડ હાઈ પર બંધ થયા. સતત બીજે દિવસે રેકોર્ડ હાઈ પર બંધ થયા. ડાઓ 158 પોઈન્ટ વધીને બંધ થયા. S&P500 13 પોઈન્ટ અને નાસ્ડેક 28 પોઈન્ટ વધીને બંધ થયા.

MoneyControl Newsઅપડેટેડ Dec 15, 2023 પર 8:30 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, અશિયા બજારથી પણ મજબૂત સંકેત, ગિફ્ટ નિફ્ટીમાં અડધા ટકાનો ઉછાળોGlobal Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, અશિયા બજારથી પણ મજબૂત સંકેત, ગિફ્ટ નિફ્ટીમાં અડધા ટકાનો ઉછાળો
અશિયા બજારથી પણ મજબૂત સંકેત જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં અડધા ટકાના ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે.

ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો દેખાય રહ્યા છે. અશિયા બજારથી પણ મજબૂત સંકેત જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં અડધા ટકાના ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકાના બજારમાં જોશ યથાવત્. સતત બીજા દિવસે ડાઓ જોન્સ રેકોર્ડ હાઈ પર બંધ થયો.

ગઈકાલે અમેરિકાના બજાર રેકોર્ડ હાઈ પર બંધ થયા. સતત બીજે દિવસે રેકોર્ડ હાઈ પર બંધ થયા. ડાઓ 158 પોઈન્ટ વધીને બંધ થયા. S&P500 13 પોઈન્ટ અને નાસ્ડેક 28 પોઈન્ટ વધીને બંધ થયા. S&P 500ના 48% શેરોનું RSI 70 કરતાં વધુ (Relative Strength Index ) છે. ગઈકાલે ટેક શેરમાં દબાણ જોવા મળ્યુ. ગઈકાલે અડોબીનો શેર 6% વધુ તૂટ્યો. અડોબીની આવક Q4 માં અનુમાનથી ઓછી રહી. ડૉલરમાં નરમાશથી કમોડિટી માર્કેટમાં તેજી આવી.

ક્રૂડમાં આવ્યો 3%નો ઉછાળો

સતત બીજા દિવસે ક્રૂડમાં તેજી યથાવત રહી. ક્રૂડમાં 3 ટકાનો ઉછાળો આવ્યો. બ્રેન્ટ 76 ડૉલરને પાર નીકળ્યો. WTIનો ભાવ 71 ડૉલરને પાર નિકળ્યો. US ફેડના નરમ વલણને કારણે ઉછાળો આવ્યો. ડૉલરમાં નબળાઈને કારણે પણ કિંમતોને ટેકો મળ્યો. અમેરિકામાં ઈન્વેન્ટરી ઘટવાને કારણે પણ ભાવમાં વધારો આવ્યો. 2024 માટે માગ આઉટલુકમાં સુધારાથી ક્રૂડને સપોર્ટ મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો