Get App

Global Market: FED ના નિર્ણય પહેલા ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયા માર્કેટમાં મિશ્ર કારોબાર

2023ના નવા ઉચ્ચત્તમ સ્તર પર અમેરિકાના બજાર જોવા મળ્યા. અમેરિકામાં મોંઘવારી દર અનુમાન મુજબ રહ્યા. રિટેલ મોંઘવારી અનુમાન મુજબ 0.1% ઘટી 3.1 ટકા પર રહી.

MoneyControl Newsઅપડેટેડ Dec 13, 2023 પર 8:37 AM
Global Market: FED ના નિર્ણય પહેલા ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયા માર્કેટમાં મિશ્ર કારોબારGlobal Market: FED ના નિર્ણય પહેલા ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયા માર્કેટમાં મિશ્ર કારોબાર
એશિયા માર્કેટમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઉછાળો જોવામાં આવી રહ્યો છે

FED ના નિર્ણય પહેલા ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયા માર્કેટમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઉછાળો જોવામાં આવી રહ્યો છે તો ગઈકાલે અમેરિકાના બજાર વધીને બંધ થયા. ડાઓમાં લગભગ પોણા 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

2023ના નવા ઉચ્ચત્તમ સ્તર પર અમેરિકાના બજાર જોવા મળ્યા. અમેરિકામાં મોંઘવારી દર અનુમાન મુજબ રહ્યા. રિટેલ મોંઘવારી અનુમાન મુજબ 0.1% ઘટી 3.1 ટકા પર રહી. અમેરિકામાં કોર મોંઘવારી દર 4% પર યથાવત્ છે. નાસ્ડેક 100 પોઈન્ટ વધીને બંધ થયા. S&P500 અડધા વધીને બંધ થયા. 10% શેર્સ એપ્રિલ 2022 બાદ રેકોર્ડ હાઈ પર બંધ થયા.

ક્રૂડમાં આવ્યો મોટો ઘટાડો

અમેરિકામાં રિટેલ મોંઘવારી આંકડા જાહેર થયા બાદ ક્રૂડમાં મોટો ઘટાડો આવ્યો. ભાવ 4 ટકા ઘટી 73 ડૉલરની નીચે પહોંચ્યો. આજે OMCs, પેન્ટ્સ અને એવિએશન શેર્સમાં એક્શન જોવા મળી શકે છે. જૂન 2023 બાદ સૌથી નીચલા સ્તર પર ક્રૂડ પહોંચ્યુ. 1 દિવસમાં બ્રેન્ટ ક્રૂડ 4% ઘટ્યો. ભાવ 4 ટકા ઘટી 73 ડૉલરની નીચે પહોંચ્યો. WTIનો ભાવ $69ની નીચે સરક્યો. બજારમાં ઓવર સપ્લાઈની અસર જોવા મળી. માગમાં ઘટાડો આવવાની આંશકાએ ઘટાડો આવ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો