અમેરિકાના બજારોથી શાનદાર સંકેત જોવાને મળી રહ્યા છે. US ફ્યુચર્સ 2 ટકા ઉપર વધારા સાથે કારોબાર કરતા દેખાયા. તો ગઈકાલે S&P 500 રેકોર્ડ હાઈ પર બંધ થયો. પરંતુ આજે એશિયન માર્કેટ અને ગિફ્ટ નિફ્ટી બંધ છે.


અમેરિકાના બજારોથી શાનદાર સંકેત જોવાને મળી રહ્યા છે. US ફ્યુચર્સ 2 ટકા ઉપર વધારા સાથે કારોબાર કરતા દેખાયા. તો ગઈકાલે S&P 500 રેકોર્ડ હાઈ પર બંધ થયો. પરંતુ આજે એશિયન માર્કેટ અને ગિફ્ટ નિફ્ટી બંધ છે.
ગઈકાલે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયા. સતત બીજા દિવસે બજારમાં તેજી જોવા મળી. S&P500 રેકોર્ડ ઉંચાઈ પર બંધ થયો.
USમાં સુધરી રહી છે પરિસ્થિતિ?
જાન્યુઆરી 2024માં કન્ઝ્યુમર સેન્ટીમેન્ટ 78.8 પર રહ્યા. બજારને 70 પર સેન્ટિમેન્ટ રહેવાની આશા હતી. જુલાઈ 2021 બાદ સેન્ટિમેન્ટમાં સૌથી વધારે તેજી દેખાણી. ડિસેમ્બરમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ 69.7 પર હતા.
USમાં ઘટશે વ્યાજ દર?
બજારમાં 54% લોકોને માર્ચમાં દર ઘટવાની આશા છે. પહેલા 77% લોકોને દર ઘટવાની આશા હતી.
USમાં ઘટ્યું દરોનું વેચાણ
ડિસેમ્બરમાં ઘરોનું વેચાણ -1% ઘટ્યું. ડિસેમ્બરમાં 37.8 લાખ ઘરોનું વેચાણ થયું. 1995 બાદ 2023માં સૌથી ઓછું વેચાણ રહ્યું.
2023માં USમાં ઘરોનું વેચાણ ઘટ્યું (%)
AUG 2023માં USમાં ઘરોનું વેચાણ -0.7 ઘટ્યું. SEP 2023માં USમાં ઘરોનું વેચાણ -2.2 ઘટ્યું. OCT 2023માં USમાં ઘરોનું વેચાણ -4.1 ઘટ્યું. NOV 2023માં USમાં ઘરોનું વેચાણ 0.8 ઘટ્યું. DEC 2023માં USમાં ઘરોનું વેચાણ -1.0 ઘટ્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.