Get App

Global Market: ફેડના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં જોશ હાઈ, અમેરિકાના બજારમાં શાનદાર તેજી

જેરોમ પોવેલનું કહેવુ છે કે પોલિસી વ્યાજ દરો યથાવત્ રાખવાનો નિર્ણય. આવનારા ડેટા અને બદલાતા અંદાજના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 14, 2023 પર 8:30 AM
Global Market: ફેડના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં જોશ હાઈ, અમેરિકાના બજારમાં શાનદાર તેજીGlobal Market: ફેડના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં જોશ હાઈ, અમેરિકાના બજારમાં શાનદાર તેજી
ફેડના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં જોશ હાઈ. અમેરિકાના બજારમાં શાનદાર તેજી જોવામાં આવી.

ફેડના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં જોશ હાઈ. અમેરિકાના બજારમાં શાનદાર તેજી જોવામાં આવી. ગઈકાલે ડાઓ 512 પોઈન્ટના ઉછાળા સાથે રેકોર્ડ ઉચાઈ પર બંધ થયા તો ગિફ્ટ નિફ્ટીમાં 250 પોઈન્ટની શાનદાર તેજી દેખાણી.

સતત છઠ્ઠે દિવસે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયા. પહેલીવાર ડાઓ 37000ને પાર બંધ થયા. ગઈકાલે અમેરિકાના બજાર રેકોર્ડ હાઈ પર થયા. નાસ્ડેક 200 પોઈન્ટ અને S&P 500 64 પોઈન્ટ વધીને બંધ થયા. દરેક 11 સેક્ટર વધીને બંધ થયા. યુટિલિટી, રિયલ એસ્ટેટ અને હેલ્થકેરમાં સૌથી વધુ તેજી જોવા મળી. US ફેડના નિવેદનથી બજારમાં જોશ આવ્યો. US ફેડ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફેડ 2024માં 3 વાર વ્યાજદર ઘટાડી શકે છે. 19 માંથી 17 પ્રતિનિધિ રેટ કટની તરફેણમાં છે.

શું બોલ્યા ફેડ ચેરમેન ?

2024 માં 3 વાર વ્યાજદર ઘટાડીશું. દર 5.25%-5.5% પર યથાવત્ છે. મોંઘવારી ઘટાડવાના પ્રયાસોની અસર જોવા મળી. ગત વર્ષની સરખામણીમાં મોંઘવારી ઘટી. 2024માં મોંઘવારી દર 2.6% પર શક્ય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો