Get App

Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયા MIXED, GIFT નિફ્ટીમાં મામુલી તેજી

ગઈકાલે પણ અમેરિકાના બજાર ફ્લેટ બંધ થયા. ડાઓ જોન્સ નવા શિખર સુધી પહોંચ્યો. ડાઓ 37801.90 ના સ્તર સુધી પહોંચ્યો. S&P500 52 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jan 12, 2024 પર 8:37 AM
Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયા MIXED, GIFT નિફ્ટીમાં મામુલી તેજીGlobal Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયા MIXED, GIFT નિફ્ટીમાં મામુલી તેજી
એશિયા મિશ્ર કારોબાર દેખાય રહ્યો છે. GIFT નિફ્ટીમાં મામુલી તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે.

ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયા મિશ્ર કારોબાર દેખાય રહ્યો છે. GIFT નિફ્ટીમાં મામુલી તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. ડાઓ ફ્યૂચર્સ નીચે કારોબાર થઈ રહ્યો છે. અનુમાનથી વધારે રિટેલ મોંઘવારીના આંકડાઓ બાદ અમેરિકાના બજાર ફ્લેટ રહ્યા.

ગઈકાલે પણ અમેરિકાના બજાર ફ્લેટ બંધ થયા. ડાઓ જોન્સ નવા શિખર સુધી પહોંચ્યો. ડાઓ 37801.90 ના સ્તર સુધી પહોંચ્યો. S&P500 52 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યો. S&P500 4798.50ના સ્તર સુધી પહોંચ્યો.

અમેરિકામાં રિટેલ મોંઘવારી અનુમાનથી વધારે

અમેરિકામાં ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી અનુમાનથી 0.3% વધારે વધી 3.4% રહી. ત્યાંજ બેરોજગારીના આંકડાઓમાં આવ્યો ઘટાડો. બજારની નજર હવે આજે સાંજે જાહેર થનાર ભારતના રિટેલ મોંઘવારી અને GDP ગ્રોથના આંકડાઓ પર રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો