Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં 1થી 2 ટકાનો ઘટાડો, ગિફ્ટ નિફ્ટી 75 પોઈન્ટ નીચે

ગઈકાલે અમેરિકી બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ઘણા બ્રોકરેજ હાઉસ દ્વારા ટેક કંપનીઓને ડાઉનગ્રેડ કરાઈ. ડેટ માર્કેટે પણ ગ્રોથ શેર્સ પર દબાણ બનાવ્યું.

MoneyControl Newsઅપડેટેડ Jan 03, 2024 પર 8:54 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં 1થી 2 ટકાનો ઘટાડો, ગિફ્ટ નિફ્ટી 75 પોઈન્ટ નીચેGlobal Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં 1થી 2 ટકાનો ઘટાડો, ગિફ્ટ નિફ્ટી 75 પોઈન્ટ નીચે
એશિયન માર્કેટમાં 1થી 2 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી 75 પોઈન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે.

ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટમાં 1થી 2 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી 75 પોઈન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર મિશ્ર બંધ થયા હતા.

ગઈકાલે અમેરિકી બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ઘણા બ્રોકરેજ હાઉસ દ્વારા ટેક કંપનીઓને ડાઉનગ્રેડ કરાઈ. ડેટ માર્કેટે પણ ગ્રોથ શેર્સ પર દબાણ બનાવ્યું.

ક્રૂડમાં ભારે ઉતાર-ચઢાવ

ગઈકાલે ક્રૂડમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા. દિવસમાં 2% જેટલું વધ્યા ભાવ દોઢ ટકા જેટલા ઘટ્યા હતા. દિવસના અંતે ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો. બ્રેન્ટ ક્રૂડ $75ની નજીક, WTI ક્રૂડ $70ની નજીક છે. ઈરાન દ્વારા લાલ સમુદ્રમાં વૉરશિપ ડિપ્લોય કરવાના સમાચાર છે. લાલ સમુદ્રમાં તણાવ વધવાથી કાલે ભાવ વધ્યા હતા. ટ્રેડરોને સપ્લાયમાં વિક્ષેપનો કોઈ શક્યતા નથી દેખાતી. મોટા ભાગની શિપિંગ કંપનીઓએ લાલ સમુદ્ર, સુએઝ કેનાલનો રસ્તો છોડ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો