ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટની મિશ્ર શરૂઆત સાથે કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં પા ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે તો ગઈકાલે અમેરિકાના બજારમાં ભારે ઉતાર-ચઢાવ રહ્યો. ડાઓ જોન્સ લગભગ 160 પોઈન્ટ ઘટીને બંધ થયા. S&P500ના 11 માંથી 7 સેક્ટર ઘટીને બંધ થયા. ગઈકાલે 1.5%થી વધારે ઘટીને એનર્જી સેક્ટર બંધ થયું.

