Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં નરમાશ

રજાઓ બાદ અમેરિકાના બજારોમાં તેજીની આશા જોવાને મળી છે. અમેરિકાના વાયદા બજારથી સારા સંકેતો મળી રહ્યા છે. મોટાભાગના એશિયન બજાર 4 જાન્યુઆરી સુધી બંધ થયા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 02, 2024 પર 9:59 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં નરમાશGlobal Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં નરમાશ
એશિયન માર્કેટમાં નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી અને ડાઓ ફ્યુચર્સમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે.

ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળ્યા છે. એશિયન માર્કેટમાં નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી અને ડાઓ ફ્યુચર્સમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. ક્રૂડમાં તેજીનો મૂડ જોવાને મળી રહ્યો છે. ભાવ 78 ડૉલરને પાર દેખાયો.

રજાઓ બાદ અમેરિકાના બજારોમાં તેજીની આશા જોવાને મળી છે. અમેરિકાના વાયદા બજારથી સારા સંકેતો મળી રહ્યા છે. મોટાભાગના એશિયન બજાર 4 જાન્યુઆરી સુધી બંધ થયા છે.

ચાઈનાના નબળા આંકડા

અનુમાનથી નબળા રહ્યા મેન્યુફેક્ચરિંગ PMI નાં આંકડા જોવાને મળી રહ્યા છે. બજારને મેન્યુફેક્ચરિંગ PMI 49.5 રહેવાની આશા હતી. NBS મેન્યુફેક્ચરિંગ PMI ડિસેમ્બરમાં ઘટીને 49 પર રહ્યાં. NBS મેન્યુફેક્ચરિંગ PMI નવેમ્બર 2023માં 49.4 પર રહ્યા હતા. સતત ત્રીજા મહિને મેન્યુફેક્ચરિંગ PMIમાં ઘટાડો જોવા મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો