Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો, એશિયાની મિશ્ર શરૂઆત, GIFT NIFTY પણ ફ્લેટ

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 14.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.54 ટકાના વધારાની સાથે 39,309.80 ની આસપાસ દેખાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 26, 2024 પર 8:32 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો, એશિયાની મિશ્ર શરૂઆત, GIFT NIFTY પણ ફ્લેટGlobal Market: ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો, એશિયાની મિશ્ર શરૂઆત, GIFT NIFTY પણ ફ્લેટ
એશિયાની મિશ્ર શરૂઆત સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTY પણ ફ્લેટ દેખાય રહ્યા છે.

ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયાની મિશ્ર શરૂઆત સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTY પણ ફ્લેટ દેખાય રહ્યા છે. US ફ્યૂચર્સ પોણા ટકા સુધી ઘટ્યા. જોકે શુક્રવારે અમેરિકાના બજાર ફ્લેટ બંધ થયા હતા. ત્યાંજ, ક્રૂડમાં નરમાશ જોવા મળી. બ્રેન્ટ 81 ડૉલરની નજીક આવ્યું.

અમેરિકાના બજાર શુક્રવારે ફ્લેટ બંધ થયા. NVIDIAના શેરમાં દબાણ જોવા મળ્યું. જાપાનના નિક્કેઈમાં લાઈફ હાઈ પર કારોબાર દેખાયો. બજારની નજર US મોંઘવારીનાં આંકડાઓ પર છે. જાપાન, યૂરોપના મોંઘવારી આંકડા પર પણ નજર રહેશે. 12 માર્ચે USનાં મોંઘવારીના આંકડા આવશે. બજારની નજર US PCEનાં આંકડાઓ પર પણ રહેશે. GDPના બીજા અનુમાનની પણ રાહ જોઈ રહ્યા છે. ફેડ અધિકારીઓના ભાષણ પર પણ બજારની નજર રહેશે. આ સપ્તાહે 10 ફેડ અધિકારીઓ ભાષણ આપશે.

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 14.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.54 ટકાના વધારાની સાથે 39,309.80 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.98 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.15 ટકા વધીને 18,918.14 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.80 ટકાના ઘટાડાની સાથે 16,592.70 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.52 ટકા તૂટીને 2,653.80 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 17.64 અંક એટલે કે 0.59 ટકા લપસીને 2,987.24 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો