Get App

Global Market: ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો, GIFT NIFTY આશરે 40 પોઇન્ટ્સ ઉપર, એશિયાના બજારોમાં પણ નરમાશ

એશિયાના બજારોમાં પણ નરમાશ સાથે શરૂઆતી સંકેત દેખાય રહ્યા છે. ગઈકાલે અમેરિકાના બજારોમાં મિશ્ર કારોબાર રહ્યો, ડાઓ નીચે પણ S&P 500, NASDAQ મજબૂતી સાથે બંધ થયા.

MoneyControl Newsઅપડેટેડ Feb 28, 2024 પર 8:35 AM
Global Market: ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો, GIFT NIFTY આશરે 40 પોઇન્ટ્સ ઉપર, એશિયાના બજારોમાં પણ નરમાશGlobal Market: ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો, GIFT NIFTY આશરે 40 પોઇન્ટ્સ ઉપર, એશિયાના બજારોમાં પણ નરમાશ
GIFT NIFTY આશરે 40 પોઇન્ટ્સ ઉપર કારોબાર કરી રહી છે. એશિયાના બજારોમાં પણ નરમાશ સાથે શરૂઆતી સંકેત દેખાય રહ્યા છે.

આજે ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો જોવાને મળી રહ્યા છે. GIFT NIFTY આશરે 40 પોઇન્ટ્સ ઉપર કારોબાર કરી રહી છે. એશિયાના બજારોમાં પણ નરમાશ સાથે શરૂઆતી સંકેત દેખાય રહ્યા છે. ગઈકાલે અમેરિકાના બજારોમાં મિશ્ર કારોબાર રહ્યો, ડાઓ નીચે પણ S&P 500, NASDAQ મજબૂતી સાથે બંધ થયા.

અમેરિકાના બજાર કાલે ફ્લેટ બંધ થયા. બજારને USના PCEના આંકડાની રાહ છે. બજારને USના મોંઘવારીના આંકડાની રાહ છે. 12 માર્ચે USના મોંઘવારીના આંકડા આવશે. આજે US GDPનું બીજું અનુમાન જાહેર થશે. સ્મોલકેપ ઈન્ડેક્સ રસેલ 2000માં આઉટપર્ફોર્મન્સ કર્યુ. ટેક શેર્સમાં વૈશ્વિક ફંડ્સની વેચવાલી વધી. ગ્લોબલ હેજ ફંડ્સે 8 મહિનામાં સૌથી વધારે વેચવાલી કરી.

કાચા તેલની કિંમતોમાં ઉછાળો

કાચા તેલની કિંમતોમાં ઉછાળો દેખાયો. બ્રેન્ટ 83 ડૉલરને પાર પહોંચ્યું. OPEC+ થી પ્રોડક્શન કાપ યથાવત્ રહેવાની આશંકા અને ઇઝરાયલ - હમાસ યુદ્ધ વિરામને લઈ અનિશ્ચિતતાના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો