ફેબ્રુઆરી સીરીઝની મંથલી એક્સપાયરીના દિવસે ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો દેખાય રહ્યા છે. એશિયાના બજારો અને ડાઓ ફ્યૂચર્સમાં નરમાશ જોવાને મળી રહી છે. GIFT NIFTYમાં મામુલી વધારો દેખાય રહ્યો છે. ગઈકાલે અમેરિકાના INDICESમાં અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો. ડાઓ જોન્સ સતત ત્રીજા દિવસે ઘટીને બંધ રહ્યો. બજાર US મોંધવારીના ડેટાની રાહ જોઈ રહ્યું છે. US PCE પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આજે આવશે.