Paytm Share Price: નિયામકીય સમસ્યાથી સંબંધિત પેટીએમ (paytm)ના શેરમાં આજે ભારી ઉતાર-ચઢાવ જોવા મળી રહી છે. સતત ચાર દિવસની અપર સર્કિટ પર પહોંચ્યા બાદ આજે પેટીએમના શેર ઈન્ટ્રા ડે માં 3 ટકાથી વધું ઘટ્યો હતો. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સે તેના ટારગેટ પ્રાઈઝ ઘટીને 500 રૂપિયાની નીચે લાવ્યો છે તેના કારણે શેર પર દબાણ બન્યો છે. જો કે ફરી તેમાં રિકવરી થઈ અને તે ગ્રીન ઝોનમાં આવી ગયો છે. ઈન્ટ્રા ડે માં તે 2 ટકાથી વધું વધીને 403.25 રૂપિયા પર પહોંતી ગઈ હતી. દિવસના અંતમાં BSE પર તે 1.78 ટકાના ઘટાડાની સાથે 388.20 રૂપિયા પર બંધ થયો છે. ઈન્ટ્રા ડે માં તે 380.45 રૂપિયા સુધી ઘટી ગયો હતો.