આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના ફંડ મેનેજર ચોકલિંગમ નારાયણનનું કહેવુ છે કે બજારમાં ઘણી વધારે લોંગ ટર્મ વેલ્યુ છે. તેમણે આગળ કહ્યુ કે ભારતની બેલેંસ શીટ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. દેશની કૉર્પોરેટ બેલેંસ શીટ એકદમ સારી સ્થિતિમાં છે. તેને જોતા બજારમાં કે-આકારની રિકવરી જોવાને મળી શકે છે. ભારતમાં સતત ગ્રોથ બની રહેવા માટે સાનુકૂળ માહૌલ છે.