ગ્લોબલ માર્કેટથી સારા સંકેત મળી રહ્યા છે. એશિયા બજાર મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યો છે. GIFTY NIFTY પણ હળવા વધારા સથે જોવા મળી રહ્યા છે. ગઈકાલે અમેરિકી બજારમાં પણ જોરદાર રિકવરી જોવા મળી છે. ડાઓ જોન્સ 300 અંકથી વધું વધ્યો છે જ્યારે નેસ્ડેકમાં પણ સવા ટકાથી વધુની તેજી આવી છે. નીચલા સ્તરો પર US માર્કેટમાં રિકવરી આવી છે. અમેરિકી બજાર ગઈ કાલે તેજીની સાથે બંધ થયો છે. બજારે 2024માં US માં દરો ઘટવાની આશા છે. S&P 500 ઈન્ડેક્સ અને નેસ્ડેક ગઈકાલે 1 ટકાથી વધીને બંધ થયો છે. S&P 500 ઈન્ડેક્સના તમામા પ્રમુખ 11 સેક્ટર તેજી જાવા મળી છે.

