Get App

સરકાર નાણાંકીય ખાધ અંકુશમાં લેવા માટે પગલા લેશે: નિપુણ મહેતા

નિપુણ મહેતાના મુજબ લક્ઝરી ગુડ્ઝના કન્ઝમ્પશનમાં વધારો થયો છે. હવે કન્ઝમ્પશનની પેટર્ન બદલાઈ છે. ટેક્સની સ્થિર પદ્ધતિ હોય તે રોકાણકાર માટે સારી બાબત છે. HNIs માટે થોડો ટેક્સ આવનારા સમયમાં વધતો જોવા મળે.

MoneyControl Newsઅપડેટેડ Jan 23, 2024 પર 3:22 PM
સરકાર નાણાંકીય ખાધ અંકુશમાં લેવા માટે પગલા લેશે: નિપુણ મહેતાસરકાર નાણાંકીય ખાધ અંકુશમાં લેવા માટે પગલા લેશે: નિપુણ મહેતા
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા પાસેથી.

નિપુણ મહેતાનું કહેવુ છે કે બજારમાં હાલ FIIsની વેચવાલીનું દબાણ છે. પરિણામ આશા મુજબ રહ્યા છે વધુ નબળા નથી. ગ્રામિણ ખર્ચને બૂસ્ટ મળે તેવા પગલા આવી શકે છે. ઈન્ફ્રા પરના ખર્ચમાં પણ વધારો થાય તેવી આશા છે. ખાનગી સેક્ટરના કેપેક્સને બૂસ્ટ આપતી જાહેરાતથી બજાર ખુશ થશે.

નિપુણ મહેતાના મતે સરકાર વિનિવેશના લક્ષ્ય વધારે તેવી આશા છે. સરકાર નાણાંકીય ખાધ અંકુશમાં લેવા માટે પગલા લેશે. રિન્યુએબલ એનર્જી પર ફોકસ વધી રહ્યો છે. સરકારના રોકાણથી પાવર સેક્ટરમાં ફોકસ વધી શકે છે. ગ્રામિણ માગ વધારવા કૃષિ આધારીત જાહેરાત આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો