Get App

હાલમાં રોકાણ કરવું હોય તો 3-4 વર્ષનો સમય આપવો પડશે- દિલીપ ભટ્ટ

દિલીપ ભટ્ટનું માનવુ છે કે HDFC બેન્ક અને ICICI બેન્કમાં રોકાણ કરી શકાય છે. L&T પાસે ઓર્ડરબૂક ઘણી સારી છે. ઈન્ફ્રા સેક્ટરમાં L&Tમાં રોકાણ કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 16, 2024 પર 2:12 PM
હાલમાં રોકાણ કરવું હોય તો 3-4 વર્ષનો સમય આપવો પડશે- દિલીપ ભટ્ટહાલમાં રોકાણ કરવું હોય તો 3-4 વર્ષનો સમય આપવો પડશે- દિલીપ ભટ્ટ
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ દિલીપ ભટ્ટ પાસેથી.

દિલીપ ભટ્ટનું કહેવુ છે કે અમુક ફ્રન્ટ લાઈન સ્ટોક્સમાં એટલી તેજી આવી નથી. મિડકેપમાં ઘણી સારી તેજી આવી છે. હાલમાં રોકાણ કરવું હોય તો 3-4 વર્ષનો સમય આપવો પડશે. અત્યારે બજારમાં થોડો નફો બાંધી લેવો જોઈએ. બેન્કિંગમાં હાલ રોકાણ કરવાનો સમય આવી ગયો છે.

દિલીપ ભટ્ટનું માનવુ છે કે HDFC બેન્ક અને ICICI બેન્કમાં રોકાણ કરી શકાય છે. L&T પાસે ઓર્ડરબૂક ઘણી સારી છે. ઈન્ફ્રા સેક્ટરમાં L&Tમાં રોકાણ કરી શકાય છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ હાલ રોકાણ કરી શકાય છે. અમુજ PSU બેન્કોમાં હાલમાં પણ રોકાણ કરી શકાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો