ગ્લોબલ બ્રોકરેજ ફર્મ Jefferies એ કહ્યુ છે કે ભારત વર્ષ 2027 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનૉમી બની જશે. તેમાં જીડીપીનો સતત સારો ગ્રોથ, જિયોપૉલિટિક્સમાં ઈંડિયાની મજબૂત સ્થિતિ, સ્ટૉક માર્કેટના વધતા એમકેપ, સતત રિફૉર્મ્સ અને મજબૂત કૉર્પોરેટ કલ્ચરનો હાથ રહેશે. જેફરીઝના ઈંડિયા ઈક્વિટી એનાલિસ્ટ મહેશ નંદુકરે પોતાની રિપોર્ટમાં લખ્યુ છે કે છેલ્લા 10 વર્ષમાં ઈંડિયાની જીડીપી 7 ટકા સીએજીઆરથી વધી છે. તે 3.6 ટ્રિલિયન ડૉલરની થઈ ગઈ છે. આ આઠમાં પાયદાનથી પાંચમાં પાયદાન પર આવી ગઈ છે. આવનાર 4 વર્ષમાં ઈંડિયાની જીડીપી 5 ટ્રિલિયલ ડૉલરની થઈ જશે. તેનાથી આ દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનૉમી બની જશે. તે જાપાન અને જર્મનીની ઈકોનૉમીથી મોટી થઈ જશે.