Get App

શિસ્તતાથી રોકાણ કરો અને આટલા રિટર્નથી સંતોષ માનો, 4 વર્ષમાં ભારતના લોકો SIP તરફ વળ્યા - કલ્પેન પારેખ

કલ્પેન પારેખના મતે IT હાલ ડિફેન્સિવ સેક્ટર છે. અહીં લાંબો સમય ગ્રોથ રેન્જમાં હોઈ શકે છે. કોરોના બાદ આ સેક્ટર ITમાં મોટી તેજી જોઈ હતી. IT પર અમે હાલ અંડરવેઈટ છીએ.

MoneyControl Newsઅપડેટેડ Jan 08, 2024 પર 3:11 PM
શિસ્તતાથી રોકાણ કરો અને આટલા રિટર્નથી સંતોષ માનો, 4 વર્ષમાં ભારતના લોકો SIP તરફ વળ્યા - કલ્પેન પારેખશિસ્તતાથી રોકાણ કરો અને આટલા રિટર્નથી સંતોષ માનો, 4 વર્ષમાં ભારતના લોકો SIP તરફ વળ્યા - કલ્પેન પારેખ
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DSP મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ કલ્પેન પારેખ પાસેથી.

કલ્પેન પારેખનું કહેવુ છે કે બજારમાં પર ભરોસો રાખનારા માટે 2023માં સારા રિટર્ન બન્યા. સારા વર્ષ બાદ એક-બે વર્ષ સામાન્ય રિટર્ન મળે તેની તૈયારી રાખો. ઈક્વિટીનું લાંબાગાળાનું રિટર્ન 12-14% જેટલું જ હોય છે. શિસ્તતાથી રોકાણ કરો અને આટલા રિટર્નથી સંતોષ માનો.

કલ્પેન પારેખના મતે એકાદ વર્ષ માટે ક્યારેક મોટો ઉછાળો જોવા મળી શકે. વાર્ષિક વળતરને ધારવા ઘણાં અઘરા હોય છે. ભારતીય કંપનીઓની નફાકારકતા વધી રહી છે. વિશ્વમાં ગ્રોથ નથી જ્યારે ભારતમાં 6-7%નો ગ્રોથ છે. 4 વર્ષમાં ભારતના લોકો SIP તરફ વળ્યા છે. બજારમાં ફ્લો અને નફાકારકતા વધતા વેલ્યુએશન વધ્યા છે. વેલ્યુએશન વધે તો મોટાભાગે રિટર્ન ઘટી શકે છે. વેલ્યુએશન બમણાથી વધારે હોય તેવા શેર્સથી દૂર રહે છે.

કલ્પેન પારેખનું માનવું છે કે બેન્કમાં 3-4 વર્ષમાં કંસોલિડેશન થયું છે. બેન્કોની સ્થિતિ સુધરી, ક્રેડિટ ગ્રોથ આવ્યો, NPA ઘટ્યા. બેન્ક, NBFCsમાં જોઈએ એટલી તેજી આવી નથી. અત્યારે બેન્ક ઘણાં આકર્ષક વેલ્યુએશન પણ છે. હેલ્થકેરમાં પણ સારી તેજી જોવા મળી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો