Get App

બજારમાં FIIsના લાંબાગાળાના રોકાણ આવ્યા: સુનિલ સુબ્રમણ્યમ

આ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO સુનિલ સુબ્રમણ્યમ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Feb 20, 2024 પર 6:09 PM
બજારમાં FIIsના લાંબાગાળાના રોકાણ આવ્યા: સુનિલ સુબ્રમણ્યમબજારમાં FIIsના લાંબાગાળાના રોકાણ આવ્યા: સુનિલ સુબ્રમણ્યમ
સુનિલ સુબ્રમણ્યમના મુજબ ટૂંકાગાળે બજારમાં ઉતાર ચઢાવ આવી શકે છે. 30% લાર્જકેપ, 40% મિડકેપ અને 30% સ્મોલકેપમાં ફાળવણી કરો.

સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે હાલમાં બજારમાં ચૂંટણી પહેલાની રેલી છે. બજારમાં FIIsના લાંબાગાળાના રોકાણ આવ્યા છે. સ્થાનિક રોકાણકારો દ્વારા પણ રોકાણ થઈ રહ્યું છે. મિડ અને સ્મોલકેપના પરિણામ લાર્જકેપથી સારા આવ્યા છે.

સુનિલ સુબ્રમણ્યમના મતે FIIs હવે ભારતમાં સીધા મિડકેપ સ્ટોક ખરીદી રહ્યા છે. SIP માંથી 30% રોકાણ મિડકેપ ફંડમાં આવી રહ્યા છે. ભારતીય અર્થતંત્ર હવે ગ્રોથ સાઈકલમાં પ્રવેશી રહ્યું છે. સરકાર કેપેક્સ ખર્ચ કરશે તો પ્રાઈવેટ સેક્ટર પણ કેપેક્સ કરશે. કેપિટલ ગુડ્ઝ, સ્ટીલ, સિમેન્ટ કંપનીઓમાં ગ્રોથ આવશે.

PPO: આ નંબર વગર ઈપીએફઓ માંથી પેંશન નહીં ઉપાડી શકો, નંબર નહીં મળે તો નહીં જાણી શકો તમારો રેકૉર્ડ

સુનિલ સુબ્રમણ્યમના મુજબ ટૂંકાગાળે બજારમાં ઉતાર ચઢાવ આવી શકે છે. 30% લાર્જકેપ, 40% મિડકેપ અને 30% સ્મોલકેપમાં ફાળવણી કરો. ફાર્મામાં સ્ટોક આધારીત રોકાણ કરવું જોઈએ. CV કંપનીમાં 3-4 વર્ષ માટે રોકાણ કરવું જોઈએ. PVમાં લક્ઝરી સેગમેન્ટમાં થોડું સાવચેત રહેવું જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો