Get App

બજારની ગ્રોથની અપેક્ષા કરતા મેનેજમેન્ટ આશાવાદી: હેમાંગ જાની

હેમાંગ જાનીનું કહેવુ છે કે ઓટો એન્સિલરીમાં ગ્લોબલ કંપનીઓમાં રોકાણ કરી શકાય. રિયલ એસ્ટેટમાં ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી જોઈએ. પાવર સેક્ટરમાં ગુણવત્તા સભર કંપનીઓમાં રોકાણ કરવું.

MoneyControl Newsઅપડેટેડ Jan 17, 2024 પર 3:36 PM
બજારની ગ્રોથની અપેક્ષા કરતા મેનેજમેન્ટ આશાવાદી: હેમાંગ જાનીબજારની ગ્રોથની અપેક્ષા કરતા મેનેજમેન્ટ આશાવાદી: હેમાંગ જાની
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની પાસેથી.

હેમાંગ જાનીનું કહેવુ છે કે વૈશ્વિક બજારમાં હાલ ઘટાડો આવ્યો છે. આજનો ઘટાડો થોડો અસ્વાભાવિક છે. કરેક્શન બાદ બજાર કંસોલિડેશનમાં જઈ શકે છે. IT કંપનીઓના પરિણામ ઘણાં સારા છે. બજારની ગ્રોથની અપેક્ષા કરતા મેનેજમેન્ટ આશાવાદી છે.

હેમાંગ જાનીના મતે IT સ્ટોક્સમાં ખરીદદારી કરવી જોઈએ. HCL ટેક, LTTS, કોફોર્જમાં ખરીદી કરી શકાય. લાર્જકેપ ITમાં 10% અને મિડકેપ ITમાં 5% એક્સપોઝર લેવું જોઈએ. બજારને HDFC બેન્ક પાસેથી સારા પરિણામની આશા હતી. NII, NIMs અને ડિપોઝીટમાં થોડી ચિંતા જોવા મળી.

હેમાંગ જાનીના મુજબ HDFC બેન્કમાં બજાર કરતા ઓછું પ્રદર્શન જોવા મળી શકે. અહીંથી ઈન્શ્યોરન્સમાં રોકાણ કરવું જોઈએ. ઈન્શ્યોરન્સમાં ICICI લોમ્બાર્ડ, HDFC લાઈફમાં રોકાણ કરી શકાય. બેન્કોના પરિણામ સારા નહીં આવે તો ઈન્શ્યોરન્સમાં રોકાણ આવશે. LICમાં નીચેના સ્તરે ખરીદી હોય તો હાલ નફો બૂક કરી લેવો જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો