Get App

આવનારા ક્વાર્ટરમાં માર્જિન અને ડિમાન્ડમાં વધારાની અપેક્ષા: બ્લુ સ્ટાર

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 72.1 ટકા વધીને 100.5 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 58 કરોડ રૂપિયા પર હતો.

MoneyControl Newsઅપડેટેડ Jan 31, 2024 પર 3:34 PM
આવનારા ક્વાર્ટરમાં માર્જિન અને ડિમાન્ડમાં વધારાની અપેક્ષા: બ્લુ સ્ટારઆવનારા ક્વાર્ટરમાં માર્જિન અને ડિમાન્ડમાં વધારાની અપેક્ષા: બ્લુ સ્ટાર

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 72.1 ટકા વધીને 100.5 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 58 કરોડ રૂપિયા પર હતો.

કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 25 ટકા વધીને 2,241.2 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 1,794 કરોડ રૂપિયા પર રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 48.2 ટકા વધારાની સાથે 155.3 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 104.7 કરોડ રૂપિયા પર હતા. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 5.8 ટકા થી વધીને 6.9 ટકા પર આવી ગયા છે.

પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા બ્લુ સ્ટારના વાઈસ ચેરમેન અને એમડી, વીર અડવાણીએ કહ્યું છે કે આ ક્વાર્ટર ખૂબજ શાનદાર રહ્યું છે. ક્વાર્ટર 3 માં ઈન્ડસ્ટ્રીઝે ખૂબજ સારૂ પ્રદર્શન કર્યું છે. ઈલેક્શનને કારણે હાલમાં સરકારી ઑર્ડર થોડા ઓછા રહેશે. કંપનીની માર્કેટકેપ 13 ટકાથી વધું વધી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો