Get App

Multibagger: આ સ્ટોકે 3 મહિનામાં 3 ગણા કરી દીધા રૂપિયા, છપ્પરફાડ નસીબ નીકળ્યું

Multibagger penny stocks: કોઈ રોકાણકારે આ કંપનીના આઈપીઓમાં 1 લાખનું 3 મહિના પહેલાં રોકાણ કર્યું હોય તો એ આજે 3.26 લાખ રૂપિયા થઈ ગયા હોત. આમ રોકાણકાર સીધો 2.26 લાખ રૂપિયાના નફામાં આવી ગયો હશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 09, 2023 પર 1:32 PM
Multibagger: આ સ્ટોકે 3 મહિનામાં 3 ગણા કરી દીધા રૂપિયા, છપ્પરફાડ નસીબ નીકળ્યુંMultibagger: આ સ્ટોકે 3 મહિનામાં 3 ગણા કરી દીધા રૂપિયા, છપ્પરફાડ નસીબ નીકળ્યું

Multibagger Shares: દેશની પ્રમુખ પર્યાવરણીય કન્સલ્ટિંગ ફર્મ, ટેક્નોગ્રીન સોલ્યુશન્સ લિ.એ (Techknowgreen Solutions Ltd) માત્ર 3 મહિનામાં તેના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. છેલ્લા 3 મહિનામાં તેના શેરની કિંમત 3 વખત વધી છે. ખાસ વાત એ છે કે તેના શેર 3 મહિના પહેલા જ શેરબજારમાં લિસ્ટ થયા હતા.

દેશની પ્રમુખ પર્યાવરણીય કન્સલ્ટિંગ ફર્મ, ટેક્નોગ્રીન સોલ્યુશન્સ લિ.એ (Techknowgreen Solutions Ltd)એ શેરધારકોને માલામાલ કરી દીધા છે. 3 મહિના પહેલાં જ આ શેર માર્કેટમાં લિસ્ટ થયો છે. લિસ્ટ થયા બાદ સતત તેજી ચાલી રહી છે. ટેકનોગ્રીન સોલ્યૂશન લિમિટેડનો શેર શુક્રવારના રોજ બીએસઈ પર 298ના ભાવે બંધ થયો હતો.

ટેકનોગ્રીન સોલ્યૂશનનો આઈપીઓ સપ્ટેમ્બરમાં જ આવ્યો હતો. આ શેરનો ભાવ 27 સપ્ટેમ્બરના 91.35 રૂપિયા હતો. આ શેરના ભાવમાં 226 ટકાનો વધારો થઈને આજે ભાવ 298 રૂપિયાએ પહોંચ્યો છે.

એનો મતલબ એ થાય કે કોઈ રોકાણકારે આ કંપનીના આઈપીઓમાં 1 લાખનું 3 મહિના પહેલાં રોકાણ કર્યું હોય તો એ આજે 3.26 લાખ રૂપિયા થઈ ગયા હોત. આમ રોકાણકાર સીધો 2.26 લાખ રૂપિયાના નફામાં આવી ગયો હશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો