નાણાકીય વર્ષ 2024માં અત્યાર સુધી નિફ્ટી રિયલ્ટી (Nifty Realty) ઈન્ડેક્સમાં 55 ટકાથી પણ વધુનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન, આ સેક્ટરની પરફોર્મેન્સ બાકી એન્ય સેક્ટર સૂચકાંકો કરતાં વધુ સારું રહ્યું છે. ખરેખર, રિયલ્ટી સેક્ટરમાં માંગ મજબૂત બની છે અને ઇન્વેન્ટ્રીઝમાં ઘટાડો થયો છે. શેરબજારમાં કમાણી કરનારા અને હાઈ ઈનકમ વાળી આવક ધરાવતા પગારદાર લોકો તેમની નેટવર્થમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટીને સામેલ કરી રહ્યા છે.