Get App

RBI દ્વારા હાલ દરોમાં કાપ પર કોઇ સંકેત નહીં: યોગેશ ભટ્ટ

યોગેશ ભટ્ટના મુજબ સેન્સેક્સ 1,10,000 સુધી પહોંચી શકે છે. GDP 7 ગણી અને સેન્સેક્સ 11 ગણો વધ્યો છે. કન્ઝ્મ્પશન, બેન્કિંગમાં J-CURVE અસર જોવા મળશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 20, 2024 પર 2:41 PM
RBI દ્વારા હાલ દરોમાં કાપ પર કોઇ સંકેત નહીં: યોગેશ ભટ્ટRBI દ્વારા હાલ દરોમાં કાપ પર કોઇ સંકેત નહીં: યોગેશ ભટ્ટ
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટ પાસેથી.

યોગેશ ભટ્ટનું કહેવુ છે કે ગ્લોબલ બજારોની અસર ભારતીય બજાર પર થશે. વ્યાજ દરોનો નિર્ણય પણ ઘણો મહત્વનો રહેશે. RBI દ્વારા હાલ દરોમાં કાપ પર કોઇ સંકેત નહીં. બેન્કિંગ સેક્ટરના હાલ મિશ્ર પરિણામ રહ્યાં છે. કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાના પરિણામ સારા રહેશે.

યોગેશ ભટ્ટના મતે ITના પરિણામ એટલા સારા નહીં પરંતુ માર્જિનલ સુધાર જોવા મળ્યો. 10-12% અર્નિંગ ગ્રોથ રહેશે તો માર્કેટ માટે સારૂ રહેશે. PSU કંપનીઓનું નિફ્ટીમાં ભારણ વધુ નથી. ડિફેન્સમાં ઓર્ડર બુક ઘણી મજબૂત છે. જે ઓર્ડર બુક કંપનીઓ માટે આવક અને નફો બનાવી શકશે.

યોગેશ ભટ્ટના મુજબ સેન્સેક્સ 1,10,000 સુધી પહોંચી શકે છે. GDP 7 ગણી અને સેન્સેક્સ 11 ગણો વધ્યો છે. કન્ઝ્મ્પશન, બેન્કિંગમાં J-CURVE અસર જોવા મળશે. ઇન્ફ્રા, કેપેક્સ પર બજેટમાં ફોકસ રહે તેની અપેક્ષા છે. પોલિસીમાં મોટો બદલાવ ન આવે તે પૉઝિટીવ રહેશે.

યોગેશ ભટ્ટનું માનવું છે કે પોલિસીમાં બદલાવ ન આવે તો FIIs માટે પણ ફાયદો છે. વેલ્યુએશન મુજબ લાર્જકેપ વધારે સારૂ રહેશે. PVT બેન્કમાં રોકાણની સારી તક છે. કેમિકલ, સ્પેશાલિટી કેમિકલમાં રોકાણની તક છે. ફાર્મામાં 3-5 વર્ષના સમય માટે રોકાણ કરવું. રૂરલ ગ્રોથમાં હજુ પણ સમસ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો