યાત્રા ઓનલાઇનના સીઈઓ & હોલ ટાઈમ ડાયરેક્ટર, ધ્રુવ શ્રૃંગીનું કહેવું છે કે તહેવાર સિઝનમાં વધતી માંગની પૉઝિટીવ અસર જોવા મળી છે. આંતરરાષ્ટ્રીયની સરખામણીએ સ્થાનિક માંગ વધુ રહી છે. આ ક્વાર્ટરમાં કોર્પોરેટમાં નવા ગ્રાહકો જોડાયા છે. ઓપરેટિંગ માર્જિન 10 ટકાની નજીક છે પણ આવનારા સમયમાં વધવાની અપેક્ષા રાખી રહ્યા છે. કંપનીનું આગામી 2-3 ક્વાર્ટરમાં 50 ટકા ઘટાડવાની યોજના છે.