Get App

આવતીકાલે જાહેર થશે આરબીઆઈ પોલિસી, વ્યાજ દરોમાં કોઇ બદલાવના સંકેત નહીં

આગળ જાણકારી લઈશું ઓઇસ્ટર કેપિટલના અતુલ જોશી, અશ્વિન પારેખ એડવાઇઝરી સર્વિસિસના મેનેજિંગ પાર્ટનર અશ્વિન પારેખ અને માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 07, 2023 પર 2:15 PM
આવતીકાલે જાહેર થશે આરબીઆઈ પોલિસી, વ્યાજ દરોમાં કોઇ બદલાવના સંકેત નહીંઆવતીકાલે જાહેર થશે આરબીઆઈ પોલિસી, વ્યાજ દરોમાં કોઇ બદલાવના સંકેત નહીં

આવતીકાલે RBI પૉલિસી જાહેર થશે. પૉલિસીમાં વ્યાજ દરોમાં કોઇ બદલાવના સંકેત નથી. તો FY24માં મોંઘવારી દરને લઈને શું અપેક્ષાઓ છે. GDPના ગ્રોથનું કેવુ રહેશે અનુમાન? દરેક મુદ્દે વિગતમાં ચર્ચા કરીશું. આગળ જાણકારી લઈશું ઓઇસ્ટર કેપિટલના અતુલ જોશી, અશ્વિન પારેખ એડવાઇઝરી સર્વિસિસના મેનેજિંગ પાર્ટનર, અશ્વિન પારેખ અને માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની પાસેથી.

અશ્વિન પારેખ એડવાઇઝરી સર્વિસિસના મેનેજિંગ પાર્ટનર અશ્વિન પારેખનું કહેવું છે કે દરેક સેક્ટરે ખૂબજ સારા પ્રદર્શન આપ્યા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ક્રૂડ મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો હતો. વ્યાજદરમાં કોઈ પણ ફેરફાર થવાના સંકેત નથી મળ્યા. અનસિક્યોર્ડ લોનને લઈ આરબીઆઈએ કડક પગલા લીધા છે. બેન્ક, NBFC, પબ્લિક ફાઈનાન્સ અનસિક્યોર્ડમાં મોટો ભાગ ભજવે છે.

અનસિક્યોર્ડ લોન પર RBIની નજર રહેશે જ. અનસિક્યોર્ડ લોન્સ પર આરબીઆઈની નજર રહેશે. બેન્કિંગ સિસ્ટમને કાળજી લેવાની જરૂર છે. છેલ્લા ત્રણ ક્વાર્ટરથી એક ક્લાર્ટર થી બીજા ક્વાર્ટરમાં મોટા ભાગના ઈવેલ્યૂએશનને સપ્રાઈઝ કરવામાં આવ્યા છે. જેમાં ઈકોનૉમિએ સારૂ પ્રદર્શન કર્યું છે. બધા સેક્ટરમાં સારો પ્રદર્શન કરીને ઈકોનૉમીમાં વધારે ગ્રોથ વધારી છે.

હવે આગળ કોઈ પણ રેટ કટની અપેક્ષા નથી રાખી રહ્યા. ઑગસ્ટ મહિનામાં મોંધવારીના દરોમાં વધારો જોવા મળ્યો હતો. હાલમાં મોંઘવારીના દરોમાં ઘણો ફરક જોવા મળી રહ્યો છે. છેલ્લા આંકડા પ્રમાણે 4.8-4.9 ટકાના મોંઘવારી પર ચાલી રહ્યા છે, તો આરબીઆઈને કોઈ પણ દબાણ નથી કે રેટ કટ કરવા અથવા વધારવાનો.

બધા સમાચાર

+ વધુુ વાંચો