Get App

ઉત્પાદન ક્ષેત્રમાં સ્પર્ધાત્મક કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ: નિલેશ શાહ

નિલેશ શાહના મતે બજારે વોટ ઓન એકાઉન્ટથી વધારે અપેક્ષા નહીં રાખવી જોઈએ. નાણાં મંત્રી આ બજેટમાં કોઈ નવા પગલાની જાહેરાત નહીં કરે. ઈન્ફ્રા પર રોકાણ, ફિસ્કલ પ્રુડન્શની સજ્જતા બજેટમાં જોવા મળશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 31, 2024 પર 3:34 PM
ઉત્પાદન ક્ષેત્રમાં સ્પર્ધાત્મક કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ: નિલેશ શાહઉત્પાદન ક્ષેત્રમાં સ્પર્ધાત્મક કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ: નિલેશ શાહ
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક AMCના MD અને CEO નિલેશ શાહ પાસેથી.

નિલેશ શાહનું કહેવુ છે કે છેલ્લાં વર્ષોમાં ભારતીય બજારની સાઈઝ વધી છે. ભારતીય બજાર ઘણાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. સારા પરિણામ બાદ અમુક સ્ટોકમાં સારી તેજી જોવા મળી છે. હાલના ઉતાર ચઢાવ પરિણામ આધારીત પણ છે. વિશ્વને ભારત પાસેથી વધુ અપેક્ષાઓ છે.

નિલેશ શાહના મતે બજારે વોટ ઓન એકાઉન્ટથી વધારે અપેક્ષા નહીં રાખવી જોઈએ. નાણાં મંત્રી આ બજેટમાં કોઈ નવા પગલાની જાહેરાત નહીં કરે. ઈન્ફ્રા પર રોકાણ, ફિસ્કલ પ્રુડન્શની સજ્જતા બજેટમાં જોવા મળશે. અસેટ મોનેટાઈઝેશન દ્વારા ઈન્ફ્રાને પુશ મળતું રહેશે. આ બજેટમાં ટેક્સને લગતા કોઈ ફેરફાર નહીં આવે. નવા ઉત્પાદન યુનિટ અંગેના ટેક્સમાં ભવિષ્યમાં વિચારણા થશે.

નિલેશ શાહનું માનવું છે કે ચીનમાંથી કંપનીઓ ભારત કરતા વધારે વિયેટનામમાં જઈ રહી છે. નવી સરકાર 15%ના રાહતના ટેક્સ દરને યથાવત્ રાખી શકે છે. કેન્દ્ર અને સરકારની મળીને નાણાંકીય ખાધ 8% જેટલી છે. નાણાંકીય ખાધમાં ઘટાડો લાવવાની ઘણી જરૂરિયાત છે. સરકાર દેવું લઈ રહી છે પણ સામે ઈન્ફ્રામાં રોકાણ કરી રહી છે.

નિલેશ શાહના મુજબ આપણી નાણાંકીય ખાધ સાચા રસ્તે ઉપયોગમાં લેવાય છે. ટેક્સ કલેક્શન અંગે હજુ વધારવાની જરૂર છે. અસેટ મોનેટાઈઝેશન યોગ્ય રીતે થાય તો ખાધ ઓછી કરી શકીએ. ઉત્પાદન ક્ષેત્રમાં સ્પર્ધાત્મક કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. ઉત્પાદન ક્ષેત્રમાં સ્પર્ધાત્મક કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. પસંદીગીની બેન્ક અને ફાઈનાન્શિયલ સેક્ટરમાં રોકાણ કરી શકાય. પાવર સેક્ટરમાં પણ હાલ રોકાણ કરી શકાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો