બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Godrej Properties
નોર્થ બેંગલુરુમાં 62 એકર જમીન પર ટાઉનશિપ પ્રોજેક્ટ માટે કરાર કર્યો. પ્રોફિટ શેરીંગ મોડલ હેઠળ કરાર કર્યા. 5.6 Mn Sqft વેચાણપાત્ર વિસ્તાર રહેશે. પ્રોજેક્ટથી બુકિંગ વેલ્યૂ 5000 કરોડ રૂપિયા સંભવ છે. 2014 માં આ 62 એકર જમીન માટે કરાર કર્યા હતા. 2014માં કંપની પ્રોજેક્ટ ડેવલપ નહોતી કરી શકી. નાણાકીય વર્ષ 25 માં ડેવલપમેન્ટનો પ્રથમ તબક્કો શરૂ થવાની અપેક્ષા છે.
Brigade Enterprise
નોર્થ બેંગ્લોરમાં નવો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. El Dorado પ્રોજેક્ટ 0.5 Mn Sqftમાં ફેલાયેલો હશે. પ્રોજેક્ટ હેઠળ 525- 2BHK, 3BHKના ફ્લેટ બનશે. બન્ને ટાવરથી કુલ આવક ક્ષમતા 380 કરોડ રૂપિયા છે.
Signature Global
ગુરૂગ્રામમાં ડિલક્સ DXP પ્રોજેક્ટમાં રોકાણ વેચાણ થયું. ડિલક્સ DXP પ્રોજેક્ટનું 3,600 કરોડ રૂપિયાથી વધારેનું વેચાણ થયું.
Infoedge and bhartmatrimony
ગુગલ પ્લે સ્ટોરથી એપ હટાવા પર સરકાર સખ્ત. IT મંત્રી અશ્વિની વૈષ્ણવની દખલ બાદ બધા એપને રાહત. અશ્વિની વૈષ્ણવએ કહ્યું ગુગલનું પગલું મંજૂર નથી. Naukri, 99acres, Bhartmatrimony સહિત તમામ એપને રાહત મળશે. ઇન્ફોએજના સંજીવ બિકચંદાણીએ પણ નિવેદન આપ્યું. કંપનીના તમામ એપ ગુગલ પ્લે સ્ટોર પર પરત આવ્યા છે.
MOIL
વર્ષ દર વર્ષના આધારે ફેબ્રુઆરીમાં મેંગેનીઝ ઓરનું ઉત્પાદન 15% વધ્યું. ફેબ્રુઆરી 2024 સુધી કુલ ઉત્પાદન 15.84 લાખ રહ્યું. ફેબ્રુઆરી 2024માં હાલ સુધી 37%નો રેકોર્ડ ગ્રોથ રહ્યો. ફેબ્રુઆરીમાં વેચાણ 18% વધી 1.56 લાખ ટન રહ્યું.
Patel Engineering
JV ને 525.4 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે LoA મળ્યુ. પ્રોજેક્ટમાં કંપનીનો હિસ્સો 268 કરોડ રૂપિયાનો રહેશે. તેલંગણા સરકાર પાસેથી RCC પ્રોજેકશન વૉલ બનાવશે.
Angel One
મહિના દર મહિનાના આધારે ક્લાઈન્ટ બેઝ 4.9% વઘી 2.1 કરોડ પર પહોંચ્યો. ગ્રોસ ક્લાઈન્ટ એક્વિઝિશન 1.7% ઘટી 0.101 કરોડ પર રહ્યા. ઓર્ડરની સંખ્યા 3.8% વધી 17.3 કરોડ પર પહોંચી.
PSP projects
કંપનીને 386.24 કરોડ રૂપિયાનો નવો વર્ક ઓર્ડર મળ્યો. સાયન્સ સિટી, અમદાવાદ ખાતે કન્ટ્રકશન અને મેઈન્ટેનેન્સ માટે કરાર કર્યો. કંપની આ પ્રોજેક્ટ 18 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરશે. ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે 118.13 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે કરાર કર્યો. ગિફ્ટ સિટી ખાતે કોમર્શિયલ ORYX બિલ્ડિંગનાં કન્ટ્રકશન માટે કરાર કર્યા. કંપની આ પ્રોજેક્ટ 24 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરશે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ ઓર્ડરનો ઈનફ્લો 3012.85 કરોડ રૂપિયાથી વધુ છે. ગિફ્ટ સિટી ખાતે કંપની લોએસ્ટ બિડર તરીકે જાહેર છે. ફિનટેક બિલ્ડિંગનાં કન્ટ્રકશન માટે લોએસ્ટ બિડર તરીકે જાહેર છે. પ્રોજેકટની કુલ વેલ્યુ 333.05 કરોડ રૂપિયા છે.
SMS Pharma
યૂરોપિયન રેગ્યુલેટરે આંધ્રા પ્રદેશ યૂનિટની તપાસ કરી. 28 ફેબ્રુઆરીથી 1 માર્ચ વચ્ચે પ્લાન્ટની તપાસ થઈ હતી.
KPI Green
કંપનીએ 200 MWAC માટે પાવર પરચેઝ કરાર ક્યો.
Zaggle Prepaid
ઝેગલ પ્રીપેડે એક્સિસ બેન્ક સાથે કરાર કર્યો. ફોરેક્સ કાર્ડના સેલ્સ, ડિસ્ટ્રીબ્યુશન, માર્કેટિંગ માટે કરાર કર્યા.
Electronics Mart India
કંપનીએ નવા મલ્ટી બ્રાન્ડ સ્ટોરની કમર્શિયલ કામગીરી હાથ ધરી. 'બજાજ ઈલેક્ટ્રોનિક્સ' બ્રાન્ડ નામ હેઠળ કામગીરી હાથ ધરી.
Gujarat ambuja exports
પશ્ચિમ બંગાળના માલદામાં લિક્વિડ ગ્લૂકોઝ પ્લાન્ટ શરૂ કર્યો. માલદા પ્લાન્ટની ક્ષમતા 120 TPD લિક્વિડ ગ્લૂકોઝની છે. દેશની સૌથી મોટી લિક્વિડ ગ્લૂકોઝ કંપની છે. કંપનીની કુલ લિક્વિડ ગ્લૂકોઝ ક્ષમતા 900 TPD છે. દેશભરમાં કંપનીના 5 લિક્વિડ ગ્લૂકોઝ પ્લાન્ટ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.