ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું નેતૃત્વ હવે K Krithivasan કરશે. તેઓ કંપનીમાં રાજેશ ગોપીનાથનનું સ્થાન લેશે. ગોપીનાથને 16 માર્ચે કંપનીના CEO અને MD પદેથી રાજીનામું આપ્યું હતું. કૃતિવાસન TCS માટે નવા નથી. CEO તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા, તેઓ કંપનીના પ્રમુખ અને BFSI ના ગ્લોબલ હેડ ઓફ બેન્કિંગ હતા. તે TCS નું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ વર્ટિકલ છે. કંપનીની આવક, ડીલ્સ અને બિઝનેસમાં તેનો સૌથી મોટો હિસ્સો છે. TCS ભારતની સૌથી મોટી IT કંપની છે. તે દેશની બીજી સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની પણ છે. 16 માર્ચે શેરબજાર બંધ થયા બાદ ગોપીનાથનના રાજીનામાના સમાચાર આવ્યા હતા.